જિદ્દી છે પ્રેમ
હઠીલો છે સ્વભાવ
ધાર્યું જ કરે..
જાકારો આપે
થોડો અભિમાની છે
પ્રેમથી માને..
હાથ ઝાલ્યો છે
આજીવન નિભાવું
વચન આપ્યું..
ઈચ્છા પૂરશે
જીદ્દને ચલાવશે
જીદ્દ ના છોડે..
નારાજ થશે
હાથ નહીં જ છોડે
હૈયે વસાવે..
બોલીશ નહીં
આંખોને જ વાંચશે
હૃદય માપે..
મનને જાણે
અધૂરા સ્વપ્ન પૂરે
મૌન સમજે..
હૃદયે વસે
એજ એક જીદ્દ છે
બીજું ના ખપે..