જીંદગીના એવાં પણ સવાલ છે,
જેનાં જવાબ નથી મળતાં..
નથી કોઈ નયન એવું અહીં જેમાં,
કોઈ ખ્વાબ નથી મળતાં..
એક સરખું નથી હોતું દરેક જણ,
સરખાં સ્વભાવ નથી મળતાં…
કોઈ યાદ રહે ને કોઈ વિસરાઈ જાય,
સરખાં પ્રભાવ નથી મળતાં..
યાદ રહે જેની અંતિમ શ્વાસ સુધી,
એવાં લગાવ નથી મળતાં..
લગાડું જેનાં પર મલમ ને મટી જાય,
એવાં ઘાવ નથી મળતાં..
✍️ કાનજી ગઢવી