નથી આવડતી રદીફ, કાફિયા,
છતાં જીદ છે કંઈક લખવાની.
નથી ભક્તિ નરસિંહ મીરાની,
છતાં જીદ છે મોહન મેળવવાની.
નથી ધરી મેં એક મુઠ્ઠી તાંદુલની,
છતાં જીદ છે કૃષ્ણ શિરપાવની.
નથી હટતી પડદા મોહ માયાની,
છતાં જીદ છે મોક્ષ પામવાની.
નથી આસાન સફર જિંદગીની,
છતાં જીદ છે હસતા મરવાની.
જાગૃતિ કૈલા