ઘણા “Search” કરવાવાળા હોય’ને,
તો ઘણા “Block” કરવાવાળાંયે હોય,
ઘણા તાળીઓ પાડવાવાળા હોય’ને,
તો ઘણા ભસવાવાળાંયે હોય,
ઘણા ઉગારવાવાળા હોય’ને.
તો ઘણા ડૂબાડવાવાળાંયે હોય,
ઘણા અંતરથી આનંદ અનુભવવાવાળા હોય’ને,
તો ઘણા દુઃખી થવાવાળાંયે હોય,
ઘણા પ્રેમ કરવાવાળા હોય’ને,
તો ઘણા નફરત કરવાવાળાંયે હોય,
ઘણા અમાસે ચાંદ બતાવવાવાળા હોય’ને,
તો ઘણા પૂનમે અંધારું ફેલાવનારાંયે હોય,
આપણે જેવા હશું તેવા જ રહીશું,
ઘણા હકારાત્મક હોય’ને તો ઘણા ખોટું વિચારવાવાળાંયે હોય,
આ બધાની વચ્ચે બસ કેમ હસતા હસતા જીવવું એ જ તો છે જીવન!,
ઘણા આગ લગાડનારા હોય’ને તો ઘણા આગ ઠારનારાંયે હોય…..A+
– અંકિતા મુલાણી