જીવન એક રંગમંચ છે,
મળે રોજ નવો કિરદાર છે..
ક્યારેક દુઃખની રાતો છે તો,
ક્યારેક સુખની સવાર છે…
હશે જેવી પણ પરિસ્થિતિ,
એ હવે અમને સ્વીકાર છે..
સૌની સાથે હસીને મળીએ,
એજ જીવનનો સાચો સાર છે..
મળી છે જીંદગી અનમોલ એ,
ઈશ્વરે આપેલી ઉપહાર છે..
આવે જે હસીને મળવા મને,
ખરા હૃદયથી તેનો આવકાર છે..
✍️ કાનજી ગઢવી