જીવન જલ્સાનું નામ
સારાં નરસાંનું ગામ
જીવન જલ્સાનું નામ
વફાનાં અભિનયો વચ્ચે
સળગતાં વાસ્તવો વચ્ચે
ઝાકળ વર્ષાનું નામ
જીવન જલ્સાનું નામ
જીવન જલ્સાનું નામ
ડરામણાં તોફાનો વચ્ચે
ખૂટતાં આ શ્વાસો વચ્ચે
હૈયાંનાં હલેસાંનું નામ
જીવન જલ્સાનું નામ
જીવન જલ્સાનું નામ
દુર્ભાગ્યનાં પ્રભાવો વચ્ચે
કાળા કાળા કાળો વચ્ચે
અજવાળી નિશાનું નામ
જીવન જલ્સાનું નામ
જીવન જલ્સાનું નામ
થોડાં થોડાં પ્રેમો વચ્ચે
ઝાઝાં ઝાઝાં વ્હેમો વચ્ચે
સપનાંના મરસિયા નું નામ
જીવન જલ્સાનું નામ
જીવન જલ્સાનું નામ
મોટાં મોટાં દ્વેષો વચ્ચે
ખોટાં ખોટાં વેશો વચ્ચે
મૃગજળ તૃષાનું નામ
જીવન જલ્સાનું નામ
જીવન જલ્સાનું નામ
– મિત્તલ ખેતાણી