આજે મને મારા અહીં સુવડાવી ગયા,
હવે કબર માં ફક્ત હું છું અને પ્રભુ ની માયા.
જીવન નો સફર હતો ઘોડિયા થી કબર સુધીનો,
તોએ કેમ મિલો, વર્ષો લાગ્યા આ અંતર પૂરવાનો
લોભ અને ઇચ્છાઓ એ મને એવી જકડી રાખી,
સો વર્ષ નો સામાન ભેગો કર્યો, કાઈ ન રહે બાકી.
જીવનની ભાગ દોડ અને સંઘર્ષ એ એવું ગુંચવણ કર્યું,
કે હંમેશનું રહેઠાણ વિસરાવી નાખ્યું.
છવટે બધું પડતું મૂકીને અહીં આવવું પડ્યું શમાં,
જો આ અંત: કરણ માં રાખ્યું હોત….
તો આજે કબર માં સુવાની જુદી હોતે મહિમા.
શમીમ મર્ચન્ટ