જુવો, જિંદગીમાં ઉન્નતિ જ એક માત્ર ઉદ્દેશ નથી,
કેટલાય અધૂરા પડ્યા છે લક્ષયો શું એ વિશેષ નથી ?
ભલે અવવલ રહીશ, એમાં સંદેહ લવલેશ નથી,
દોડ્યા કરુંછું મારી રીતે હું સતત, કોઈ રેસ નથી.
શિખરો બધા સર કરી ને ઉભો છું સાવ એકલો !
નજર કેદ છું, અંગતો ને પણ અહી પ્રવેશ નથી.
મને સ્વીકારવો ન સ્વીકારવો એ મનસુફી આપની !
હું જેવો છું તેવો, મારો કોઈ અલગ પરિવેશ નથી.
ભટકી ભટકીને થાક્યો ત્યારે અંતે મને સમજાયું કે,
શાંતિને,સંતુષ્ટિ જેવો આ દુનિયામાં કોઈ પ્રદેશ નથી,
અંગારા ભર્યા છે, જે આંચકીને બેઠા છે, આસને !
માણસ છું, કેમ કહું ! કે એના પ્રત્યે કોઈ દ્વેષ નથી.
કોઈને જીતવા હોય તો દિમાગ નહિ દિલ લગાવજો !
“મિત્ર”યાદ રહે,જિંદગી એ જિંદગી છે કઈ ચેસ નથી.
વિનોદ સોલંકી “મિત્ર”