આમ તો જીવનમાં બધું જ છે,
છતાંય જેટલું પણ છે એ ઓછુ છે.
તારી સાથે વિતાવેલા દરેક પળ મારી સાથે છે,
છતાંય જેટલું પણ છે એ ઓછુ છે.
તારી દરેક વાતે જતાવેલો હક મારી સાથે છે,
છતાંય જેટલું પણ છે એ ઓછુ છે.
તારી ક્યારેક કરેલી આનાકાની મને યાદ છે,
છતાંય જેટલું પણ છે એ ઓછુ છે.
તારી બાળક જેવી જીદ મને યાદ છે,
છતાંય જેટલું પણ છે એ ઓછુ છે.
તારા હાથમાં મારો હાથ હજીયે છે,
છતાંય જેટલું પણ છે એ ઓછુ છે.
તારી સાથે આખું જીવન જીવાયુ છે,
છતાંય જેટલું પણ છે એ ઓછુ છે.
આવતા દરેક જન્મ તારી સાથે જીવવાની ઈચ્છા છે,
છતાંય જેટલું પણ છે એ ઓછુ છે.
– કિંજલ પટેલ (કિરા)