જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપનાં પંથે જતા અધવચ્ચેથી પાછો વાળજો
તારા વિના આ જગમાં મારૂં કોઈ નથી બહુચરા
ડુબતો બચાવવા બાળને કૂકડે ચઢીને આવજો
અજ્ઞાનની ઓથે રહીને કંઇ દુષ્ટ કૃત્યો મે કર્યા
બગડ્યો જનમ મારો સુધારી સદ્ બુદ્ધિ માં આપજો
પુત્ર કુપુત્ર થાય જો, માતા કુમાતા થાય ના
ડુબતો બચાવવા બાળને કૂકડે ચઢીને આવજો
ભક્તિ માં તારી ભાવથી જનમો જનમથી હુ કરૂં
કરૂણા કરી ઓ માવડી દિલમાં દયા કઇ લાવજો
તારા ભરોસે નાવ મે સુનુ મુક્યુ સંસારમાં
ડુબતો બચાવવા બાળને કૂકડે ચઢીને આવજો
જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય માં તુ એક છે
તેથી જ કહું છુ કરગરી માં અમર પદવી આપજો
સંસારમાં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું
ડુબતો બચાવવા બાળને કૂકડે ચઢીને આવજો
ન આશા મુજને કોઈની તારા વીના ઓ માવડી
જગની જનેતા જગત જનની અંત વેળા આવજો
ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આશરો
ડુબતો બચાવવા બાળને કૂકડે ચઢીને આવજો
Continue Reading