જે જેવા છે એવા જ કેમ નથી દેખાતા?
જગતમાં ખોટા શુ કામ એવા પેરવા મુખોટા?
જે જેવા છે એવા જ કેમ નથી વર્તતા?
જગતમાં ખોટી શુ કામ આવી ડંફાસો નાખતા?
જે જેવા છે એવુ જ કેમ નથી વિચારતા?
જગતમાં ખોટી શુ કામ આવી બડાઈ મારતા?
જે જેવા છે એવુ જ કેમ નથી બોલતા?
જગતમાં ખોટી શુ કામ આવી મીઠી જીભ રાખતા?
જે જેવા છે એવા જ કેમ નથી સ્વીકારતા?
જગતમાં ખોટુ શુ કામ આવો દેખાડો કરતા?
– સુનિલ ગોહિલ