એક તારૂં સોંદર્ય ને બીજી આ કુદરત, જોવું બીજાને મળે જો અહીં ફુરસત;
સાંજ, શમણા, દરિયો, તું અને હું, બાકી બીજું તો હવે જોઈએ શું?
રાત, તારી વાત ને તારાઓનો સાથ, અને યૌવનને મળે તારી મિઠી બાથ;
ને ઊપરથી દિલનું નજરાણું તને કહું, બાકી બીજું તો હવે જોઈએ શું?
એક મારૂં, એક તારૂં, મળે જો દિલ સારૂં, મન મારૂં ઝગે, તારા રૂપે થાય અજવાળું;
ઘર છોડીને જો હું દિલમાં તારા રહું, બાકી બીજું તો હવે જોઈએ શું ?
ઘડીઓ વિરહની અંતે નજીક આવી ગઈ, મુઠ્ઠી એક લાગણીમાં,પ્રેમ સમજાવી ગઈ;
તારી યાદમાં, વિરહનો પણ દર્દ હું સહું,બાકી બીજું તો હવે જોઈએ શું ?