એ જોકર જ છે જે હર ગમ ચાલાકી થી છુપાવે છે,
ખુદ રડે ભલે પણ બીજા ને તો એ ખૂબ હસાવે છે,
એ એક એવો ચોર છે જે દુઃખ ચોરી બતાવે છે,
એ જ સરકસ નો ધબકાર બની સરકસ ચલાવે છે,
આ ઉમદા રોલ ઉચ્ચકોટીના કલાકાર જ નિભાવે છે.
કાણાને કાણો કહેવાની માથાકૂટમાં પડતો નહિ
કાણાને કાણો કહેવાની માથાકૂટમાં પડતો નહિ , તારું જોજે, તું બીજાની માથાકૂટમાં પડતો નહિ. ખાલી મળતા એકલદોકલ મિત્રોમાં રાજી રહેજે,...