બધું કહેવા છતાં અહી પોતાનાઓને અજાણ્યા બનતા જોયા છે,
ને આંખના ફક્ત એક આંસૂ પણ પારકાઓને સમજતાં જોયા છે.
નથી હોતું શક્ય દરેક વખતે લાગણીઓને પ્રગટ કરવું પ્રત્યક્ષરૂપે,
એટલે તો અહીં કવિઓના લખાણને કાગળ પર રડતાં જોયા છે.
ના સમજ્યું કોઈ આ તૂટેલા દિલની વ્યથા જીવનભર,
ને આ આંખના આંસૂઓ પર લોકોને આરોપ લગાવતાં જોયા છે.
ક્યાં સમજે માણસ અહીં કરેલા કાયૅનુ ઋણ ચૂકવવામાં,
એટલે તો અહીં માં બાપ ને વૃધ્ધાશ્રમમાં રઝળતાં જોયા છે.
નથી રહ્યો ભરોસો પોતાનોઓ પર હવે ‘ધવલ’,
કેમ કે અહીં ગરજ પત્યા પછી વાતો કરનારનાં સૂર બદલતા જોયા છે.
-ધવલ પૂજારા