સાવ પહેલાં આંખ આડા કાન મૂકે છે ;
જો કરું ફરિયાદ તો એ જ્ઞાન મૂકે છે.
રાતનાં ચોરી ગયા હથિયાર મારા, બોલ !
આવજે લડવા કહી મેદાન મૂકે છે.
મેં કહ્યું ચુંબન વિના આ હોઠ ફિક્કા છે ;
એ હથેળીમાં લાવીને પાન મૂકે છે.
ગીત હું જાતે લખીને ગાઉં છું મારા ;
એ બધાં, બીજા બધાનાં ગાન મૂકે છે.
દામ ઘોડી જોઇ લગાવે, ખરો જુગારી છે ;
રાહમાં ઇશ્વર મારી તોફાન મૂકે છે.
- રાધિકા પટેલ