વાદળો ત્યારે વરસવાના નથી,
જો તમે દિલથી તરસવાના નથી.
વૈશ્વિક પાગલપણું છે , ઈશ્કમાં,
આપના ક્યાં, કોણ દિવાના નથી!
રોજ વ્હેંચે છે , દુઆઓ એક ફકીર,
રૉબોટિક ફળીયા સમજવાના નથી.
મોબાઈલ જેવા રમકડાં આપશો,
બાળકો , મોટા – ઝઘડવાના નથી.
લાલ-પીળા શહેર સર્જો છો તમે,
શું અહીં ઈન્સાન વસવાના નથી?
ખ્વાબમાં મહેમાન થઇ ના આવશો,
ત્યાં સુધી ‘ સિદ્દીક ‘ લખવાના નથી.
~ સિદ્દીકભરૂચી