ડૂબ્યો છે દી’, દુનિયા હવે ઝાકળમાં ઝરવાની,
વાતો હવે તો આપણી, ઝાકળમાં તરવાની!
જોયા છે સ્વપ્ન મેં ઘણા ખુલ્લા નયન રાખી,
ખુલ્લા નયનની રોશની ઝાકળમાં ખરવાની!
ફાંસી લગાવી છે ગળે, કાચા એ લીરાથી,
છે જીદ બસ મારી હવે ઝાકળમાં મરવાની.
સંબંધ સૌ મારા મને છોડી ગયા આજે,
આ જિંદગી મારી હવે ઝાકળમાં ઠરવાની!
થાકી ગયો છે દીપ તો દરખાસ્ત મૂકીને,
કે પ્રેમ ભીતર લાગણી ઝાકળમાં ભરવાની.
દીપ ગુર્જર