ભૂતકાળના ભોરીંગ-સાપ ડસ્યા કરે છે,
વર્તમાનકાળના બાપ-પાપ ડસ્યા કરે છે.
લાગણીઓ તો કરોડો લીટર લેખે વહાવી છે,
લાગણી માપકના માપ-બાપ ડસ્યા કરે છે,
કેટલી માગણીઓ ચોમેર ચૌદશથી આવી,
માગણી માપવાના જાપ-બાપ ડસ્યા કરે છે.
દીકરા-દીકરી જીવનસાથી પસંદ કરે તો,
ખાપ પંચાતિયાની ખાપ-બાપ ડસ્યા કરે છે.
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ કને, શાના ઝટકા લાગે છે?
પુરાણોની બીબાઢાળ ધાપ-બાપ ડસ્યા કરે છે.
ભરત વૈષ્ણવ