ઈક દી મને ફેસબુક નો પ્રેમ થયો રે લોલ…
રોજ વહાર્ટસએપ માં એને હું હમમમં લખુ રે લોલ…
એ રોજ ટ્વિટર પર ટવિટ કરે રે લોલ…
હું સાંજ સવાર એને મારી સ્વીટ કહૂં રે લોલ…
એનો ફોટો ઇન્સ્ટા પર અપલોડ થતો રે લોલ…
ઈ ફોટા ને હું મારું દિલ દઉં રે લોલ…
હું મેસેન્જર જયારે ભી ખોલતો રે લોલ…
ઈક મેસૅન્જ હું એનો શોધતો રે લોલ…
ટીક ટોક વિડિઓ ઈ રોજ બનાવતી રે લોલ…
ને ખુલી આંખે એના સપના હું જોતો રે લોલ…
એના વહાર્ટસએપ ડીપી માં હું સિલેક્ટ થયો રે લોલ…
ને સ્નેપચેટ માં એને હું ઇંગેજ થયો રે લોલ…
ઈક દી હું બધે થી બ્લોક થયો રે લોલ…
ને બીજે ફરી “ડિજિટલ પ્રેમ” હું સ્લીપ થયો રે લોલ…
– કપિલ કુમાર “આયુષ”