ચાલ કાનુડા લઈ લે પેટી
ડોક્ટર ડોક્ટર રમીએ,
ધરતી ઉપર માનવ બની
દર્દી નારાયણ બનીએ,
મોઢે મજાનું માસ્ક પહેરીને
દવાખાનામાં ભમીએ,
હાથમાં દવા, ઇન્જેક્શન લઈએ
કોરોનાથી ના ડરીએ,
માનવતાને સાથે લઈને
માનવની સેવા કરીએ,
ઇન્સ્પેક્ટરનો વેશ ધરીને
લોકોને હાથ જોડીને નમીએ,
ઘરમાં રહેવા મનાવીએ
લોકોને કોરોનાથી બચાવીએ,
ચાલ કાનુડા લઈલે પેટી
ડોક્ટર ડોક્ટર રમીએ……
તૃપ્તિ પંડ્યા “ક્રિષ્ના”