તને જો મળેએક સ્મરણનું કિરણ,
સમજવું , થયું લીલુ, સૂકુ પરણ.
તને મારા શબ્દો બગાડે હ્રદય,
મને ત્યાં જ વંચાય મારૂં મરણ.
ન જા દૂર , મારાથી હે હમસફર!,
મને દુશ્મનોમાં ન દે તું શરણ.
નદી ઈશ્કની જે નજરમાં હતી,
હવે ઝાંઝવા છે ને સહરાનું રણ.
ઉમળકો મુલાકાત કરવા ગયો,
અને ત્યાં જઈ શેં અટક્યા ચરણ?
વિચારીને ઘરથી નીકળ્યા કરો,
નથી શુદ્ધ, રાહોનુ વાતાવરણ.
સિદ્દીકભરૂચી.