ભાઈ તમારા વિયોગમાં…
એક પળ લાગે એક વર્ષ ને,
ન જાય દિન ને ન જાય રાત…
જ્યારે હતાં ભાઈ સંગાથે તો,
ત્યારે બંને ઝઘડતા સાથે..
વારે વારે હું રીસાતી ને તમે,
વહાલ થી રે મને મનાવતાં..
હઠ કરતી ક્યાંક જવાની તો તમે,
સંગાથે રે લઈ જતાં..
હઠ કરતી કંઇક લેવાની તો તમે,
વહાલ થી રે લઈ આપતાં..
રક્ષાબંધન ના ખાસ દિવસે એકબીજા ને,
મળ્યા ના હોઈએ તો રડી પણ જતાં..
રહેતા ના કદી બંને ભાઈ બહેન પળ છુટા,
ને હવે જાઓ છો બેના ને છોડી બે ગાઉં દૂર ભણવાં..!!
બહેન ત્યારે કોની સંગાથ ઝઘડે.?
કોની રે સંગાથ રીસાય.?
કોની રે સંગાથ જાય.?
કોની રે સંગાથ એનો સંગાથ.?
ને કોની રે સંગાથ એ વહાલ થી રહે.?…..?