તમારા શહેરમાં માણસ નથી શું?
મહોબ્બતમાં કોઈને રસ નથી શું ?
મશીનો શેઠનું આદર કરે છે!,
મશીનોને જરી આળસ નથી શું?
મશાલોથી તો વસ્તી દૂર થઈ ગઈ,
પરત બોલાવતી ફાનસ નથી શું?
હજારો શોર્ય – ગાથા વર્ણવે છે,
આ કિલ્લાનો કોઈ વારસ નથી શું?
કહે છે , દેવને એક લાલચુ મન,
તમારા સ્વર્ગમાં પારસ નથી શું?
નજર નાખે, મળે પોતાને” સિદ્દીક”,
તમારી પાસ એ આરસ નથી શું?
સિદ્દીકભરૂચી