તમારી કિસ્મતનાં દ્વાર ઉઘડી ગયાં.
તમે તો ગઇકાલનેય ભૂલી ગયાં.
તમે આગળ નીકળી ગયાં કેમનાં?
અમે તો બસ એ વિચારે અટકી ગયાં.
અમે દુ:ખતી નસ કદાચ દાબી હશે!
તમે શું એથીજ દૂર ચાલી ગયાં?
ચહેરા પર તાજગીય છોડી નહીં.
તમે દિલ સાથે ઘણું ઉઠાવી ગયાં.
તમારો ચહેરો પૂનમ શો જોવો હતો.
તમે દિવસે તારલા બતાવી ગયાં.
રમેશ રતિલાલ “ખામોશ “