તરસતો માણસ વરસે પણ ખરો
આ પ્રેમ ખાતર જીવનભર તડપે પણ ખરો.
ભાગતો માણસ અટકે પણ ખરો
એક સ્મિત ખાતર મલકે પણ ખરો.
રઝળતો માણસ પામે પણ ખરો
ગમતા ખાતર સીધે રસ્તે ચાલે પણ ખરો.
થાકતો માણસ થીરકે પણ ખરો
આંગણે અજવાળા ખાતર જલે પણ ખરો.
એકલો માણસ ધબકે પણ ખરો
સંગાથે સળવળવા ખાતર જીવે પણ ખરો.
પામી પ્રેમ માણસ ઝબૂકે પણ ખરો
પ્રકાશવા ખાતર સંબંધ બાંધે પણ ખરો.
આમ તો ખોટો છે નથી જરાય ખરો
હક જમાવવા ખાતર ગુમાવી સંવેદના અથડાય પણ ખરો.
પ્રેમ અનુભવાય, જો આ માણસ સમજે કદી
તો “નીલ” સંબંધે આમ ઢસડાય ખરો??
✍ નિલેશ બગથરીયા “નીલ”