તરસી ગયાં તળાવ મહીં કોણ માનશે,
મૃગજળ થકી જીવ્યાં ફરી કોણ માનશે.
જ્યાં જીતવાનું સાવ નક્કી થઈ ગયું હતું,
મેં આખરે રમત ન રમી, કોણ માનશે.
હું જાણતો હતો પહેલેથી એ વાત પણ,
ખામી નજર અંદાઝ કરી, કોણ માનશે.
પથ્થર નથી, જરાય કદી પીગળે નહીં,
જાઉં બરફ સમો પીગળી, કોણ માનશે.
લોકો ભલે એવું કહે, છૂટાં પડી ગયા,
કાયમ તું હૃદયમાં જ રહી, કોણ માનશે.
દિપેશ શાહ