તસવીરો આજકાલ કેમ ચૂપ છે?
શુ આ જ એમનું સાચું સ્વરૂપ છે?
વિરહની વાર્તામાં એક વાર આવ્યું’તું
આજે જોયું અરે એ કેટલું કુરૂપ છે !
દોસ્તીની વાત અમને હજુ ક્યાં ભુલાઈ છે ?
ત્યાં તો પ્રેમના નામે એમનું નવું બહુરૂપ છે !
મારી સાથે સામા સર્કલ સુધી ચાલશો ?
એ પ્રશ્ન ફરી થાય ! તો તો જીવન ફળદ્રુપ છે !
પૂછ્યા કરું શ્વાસને તું કેટલું દોડીશ હજુ ?
ચાલવા બાબતે શુ કહે એ હજુ ચૂપ છે !
હાર્દિક દવે
Continue Reading