નથી તારા દિલમાં હું કેદ, એ હું માનું છું.
છતાય તારા સિવાય જાતને ક્યાં માણું છું.
નથી લાગણીઓમાં તારી હું , એ હું માનું છું.
છતાંય તારી જ છે લાગણી એ હું મનમાં માણું છું.
નથી સમય ના ચક્ર માં તારો સાથ, એ હું માનું છું,
છતાંય તારી પ્રાપ્તિના પ્રયત્નોમાં તને માણું છું.
નથી આપણા પ્રેમને સંજોગો નો સાથ,એ હું માનું છું.
છતાંય તારા સુધીના છેલ્લા સંજોગને હું પણ માણું છું.
નથી તારા વિચારોમાં પણ હું આજે, એ હું માનું છું,
છતાંય મારા દરેક વિચારમાં આજે તને માણું છું