તારા મુખે આ સ્મિત કાયમ ચમકતું રહે,
તને જોઈ મારું મન કાયમ હરખતું રહે,
આપું તને દુનિયા હરેક ખુશી વચન છે,
સમય આપે જેમ હરખ અમે સરકતું રહે,
ન આવે ક્યારે તુજ જીવનમાં પાનખર,
ખીલે તુજ ચહેરો સદા મુખ મલકતું રહે,
છે મારા તન-મનમાં પ્રાણ જ્યાં સુધી,
એ વખતો સુધી તારું હૈયું ધડકતું રહે,
ચાલવું છે મારે સદા તારો પડછાયો બની,
મળે જો સાથ તારો તો આ પ્રસરતું રહે.
મયુર રાઠોડ ‘દુશ્મન’