નહિ ચાલે તારા વગર શુ..
આમ જ ચાલ્યા કરશે બધુ
હું તને કઈ પૂછીશ નહિ,
તું મને કદી જણાવીશ નહિ.
મનમા ભરેલુ, કેમ ચાલશે
પુછયા વગર…,
જાણયા વગર…,
કહ્યા વગર…,
વિતશે આમ જ વખત
વરસો બાદ રહેશે વસવસો
કદાચ…,
મનના મળકા એવા પરોવાયા
કે રહ્યા નહિ સમરયા વગર
માત્ર બે ડગલાની દૂરી હતી
ને રહ્યા એકબીજાને પામ્યા વગર
તડપ્યા ઘણું…
પણ કહ્યું નહિ કે,
નહિ ચાલે તારા વગર
અકડ લઈ ડુબશે
‘સ્નેહ ‘ સંવેદના નો સંબંધ