છે સપનાઓની દોટ,
સંગ આત્મવિશ્વાસની ખોટ,
અભિમાન અને ક્રોધ,
તારા શત્રુઓને સંબોધ,
મન મગજનો છે ભેદ,
કેમ પહોંચીશ ત્યાં લગી ઠેઠ,
સોંપીશ નહિ જો ખુદને,
પામીશ તું કેમ તુજને.
કપડા જે છે ભગવા,
રંગી દે તારા રંગમા,
પહોંચીને તું વ્યોમે,
ભૂલતો નહીં તુ ભૂ ને,
ભલે હોય ઘરમાં દીનતા,
અપનાવતો ન હીનતા,
થોડો બોજ છે કાંધે,
પણ સ્વપ્ન છે આભે,
બસ લાગી જા તું કામે,
દુનિયા છે તારી વાટે.
દિશા શાહ