મારી દરેક પળમાં તું છે,
સવારથી સાંજ માં તું છે.
રાતના અંધારામાં તું છે,
ઉગતા સુરજમાં તું છે.
ચૈત્રના ધોમધખતા તાપમાં તું છે,
અષાઢ ની મેઘ મહેરમાં તું છે.
લખી રહી છું એ કાગળ માં તું છે,
અક્ષર લખાય છે એ કલમ માં તું છે.
મારા ગુસ્સા માં વરસેલા પ્રેમ માં તું છે,
કદી રિસાઈ ગયેલી “સોનું ”માં તું છે.
આંખમાંથી વરસેલા “આંશુ”માં તું છે,
મારા દિલ માં વસેલા કૃષ્ણમાં તું છે.
વહેતા ઝરણામાં તું છે,
શાંત સમુદ્ર માં તું છે.
વરસાદ ની ચમકતી વીજળીમાં તું છે,
મેઘ ધનુષ્યના સાત રંગમાં તું છે.
મારી દરેક વાત માં તું છે,
મારી દરેક દલીલ માં તું છે.
ક્યારે મન થઇ જાય તો પૂછી લેજે
“ક્યાં છું હું?”
પ્રેમ ના દરેક શબ્દ માં તું છે,
શબ્દ ના અંતે આવતા પૂર્ણવિરામ માં તું છે.
જીવનના જરૂરી શ્વાસમાં તું છે
મારા શ્વાસ ની અંતિમ વિદાય માં પણ તું છે.
ચહેરા પાછળ ચહેરા
ચહેરા પાછળ ચહેરા પાછળ ચહેરા. સાચ ઉપર આ દંભ,જૂઠના કેટકેટલાં પહેરા. માણસને ના કોઈ ઓળખે. હજાર એના મહોરાં. ચકચકતી એ...