તું તારા આજમાં છે ખરા,
કે હવાના રંગની જેમ ક્યાંક ખોવાયી છે?
તું તારા આજમાં છે ખરા,
કે પાણીના અનિશ્ચિત રંગની જેમ ખોવાયી છે?
તું તારા આજમાં છે ખરા,
કે રેતીની જેમ મુઠ્ઠીમાંથી સરકવામાં ખોવાયી છે?
તું તારા આજમાં છે ખરા,
કે પાણીમાં પડેલા પત્તાની મંઝિલની જેમ ખોવાયી છે?
તું તારા આજમાં છે ખરા,
કે સપનાનાં આંખ ખૂલવાની રાહમાં ખોવાયી છે?
દર્શિની ઓઝા