જરૂરી નથી તું માંગે તે જ તારૂં હોય,
મેં પણ કંઈક વિચાર્યુ સારૂં હોય.
દિવો ઓલવવાથી ભલે અંધારૂં હોય,
મનની જયોતથી તો બધે જ અંજવાળું હોય .
હંમેશા શું બારણાને બહારથી જ તાળું હોય?
પ્રેમનો ધક્કો તો આપી જો, શું ખબર બારણું ઉઘાડું જ હોય?
સંબંધમાં ક્યારેય ના “તારૂં” ના “મારૂં” હોય,
હાથ લંબાવી તો જો, પછી સઘળું “અમારૂં” જ હોય.
તું સમજે એટલું મોટું , સંબંધમાં “કાણું” ના પણ હોય,
પ્રેમથી સાંધી તો જો, બની શકે કે હવે પહેલાથી પણ સારૂં હોય.
– મોનિકા તન્ના