તું દોસ્ત હતી
રમત રમતમાં દિવસ વીતી ગયા
અને ગમત ગમત માં રાત
રમત ગમત માં રઇ ગયી કેહવાની
તને મારા મનની વાત
તું દોસ્ત હતી
અને દોસ્ત બની ને રહી ગઈ
એક પગલું અગર હું વધુ ચાલી લેતે
બે શબ્દ અગર હું વધુ બોલી લેતે
તો આજે જીવન માં હોતે તારો સાથ.
તારી આંખોમાં મેં પ્રેમ જોયો હતો
અને તારી વાણી માં મીઠાસ
કોણ પેહલા પેહલ કરશે
ઈ ઇન્તેઝાર માં સમય સરકી ગયો
અને રહી ગયા ખાલી હાથ.
આજે તું કોઈ બીજા ના બગીચા નુ ફૂલ છે
અને હું કોઈ બીજા ના રાત નુ ચંદ્રમા
તું કાલે પણ દોસ્ત હતી
અને આજે પણ દોસ્ત છે
હવે મનને ઇ કયીને માનવી લયું છું
ભલે તું દૂર હી સહી
એક કડી હજી આપડા વચ્ચે જોડાયેલી છે
સાથે વિતાવેલા ભૂતકાળ નો ભાત.