તું નથી તોય આંખો,
તને જ શોધે છે
બંધ આંખે પણ હૈયું,
તને જ નિહાળે છે.
પળે પળે દિલ ફક્ત ,
તારું સ્મરણ કરે છે
યાદો વાગોળી ને હવે ,
આ જીવન નિકળે છે.
દૂર રહીને પણ તારો ,
અહેસાસ મહેકે છે
આમ જ તું મુજ ,
હ્રદયમાં વસે છે.
તારા ને મારા મિલનના,
શમણાંઓ જોવે છે
બેચેન દિલ બસ ,
તારો પ્રેમ ઝંખે છે.
– ઉર્વશી રાવળ
Continue Reading