દેવમાં દેવ તો તું મહાદેવ છે.
શંભુ, શિવ, શંકરે તું મહાદેવ છે.
ધ્યાન તારું ગમે ઓમકારે મને,
બ્રાહ્મણે દેવતા તું મહાદેવ છે.
નેત્ર ત્રણથી બધે જોઇ જાણી શકે,
બિલ્વપત્ર પણ ગમે તું મહાદેવ છે
રીઝતો તું ભલા જલ તણી ધારથી,
ગંગ ધારે ધરી તું મહાદેવ છે.
ભસ્મ ધારી જ નંદી સવારી કરે,
ચંદ્ર મૌલી બની તું મહાદેવ છે.
કર ત્રિશૂળ, ડમરુ રહે શંકરા,
કંઠ સરપો ધરી તું મહાદેવ છે.
વાઘના વસ્ત્ર પહેરી સદા શોભતાં,
માળ રુદ્રાક્ષ થી તું મહાદેવ છે.
સાથ ગણ પ્રીત સાચો ગજાવી રહે,
પાર્વતી નાથ પણ તું મહાદેવ છે.
દેવ પુત્રમાં ગણેશા પ્રથમ પૂજતાં,
કાર્તિકે બાપ પણ તું મહાદેવ છે.
વાસ તારો જ કૈલાશમાં જાણતાં,
નીલ કંઠે બની તું મહાદેવ છે.
બાળ ભોળી જ બમ – બમ કરે કોકિલા,
ભૂત ટોળે મળે તું મહાદેવ છે.
કોકિલા રાજગોર