કારણ તારી પાસે આવવાના ક્યાંય કોઈના જુદા નથી,
હું માગુને તું આપે નહીં, આજથી તું મારો ખુદા નથી.
હો શંકર કે હો પયગંબર, મળ્યાનું કોઈ સબૂત નથી.
બ્રહ્માંડને સિંચનારો, આરસમાં રહે મને એ કબુલ નથી.
એ ધોધ બતાવો મને કે ,જેની નીચે પથ્થર નથી,
તું મંદિરને તાળું મારે, શુ એ એટલો સદ્ધર નથી?
હોય હૃદયમાં તો માનું, ઈશ્વર ઊંચી મજારોમાં નથી,
કણેકણમાં હોય છે જે ,એ કાશીની બજારોમાં નથી.
ભૂખ્યા પેટે ઉપવાસ કરું, ચઢાવવા કોઈ સોગાદ નથી,
અમીરને દર્શન વીઆઇપી,શુ ગરીબની કોઈ ઔકાત નથી.
દિગ ચરોતરી…