હૈયામાં આજે તું વરસી જાને,
યાદો ભીતરમાં તું સરકી જાને.
આખું જીવન જીવી જાશું સાથે,
જીવનના પાયા તું ખડકી જાને.
તારી આંખે સુંદરતા જોઈ છે,
આંખોથી થોડું તું મરકી જાને.
રોજે રાતે જાગું છું યાદોમાં,
હૈયાને મારા તું પરખી જાને.
લોકો તો જાણીને ચાલ્યા જાશે,
મારી સંગાથે તું અટકી જાને.
દીપ ગુર્જર