તું શિલ્પકાર છો,
તું દિગ્દર્શક છો, જીવન વનનો.
તું ઈશ્ર્વર છો કળયુગનો,
કુરુક્ષેત્રનો માર્ગદર્શક તું
તું સારથી છો ,
જીવન સમરાંગણનો.
તું મૂર્તિકાર છો,
અણઘડ પથ્થરનો
જ્ઞાન ની મશાલ તું
પથ્થરમા સંવેદનાની
ચુવાક જગાડનાર ચિત્રકાર તું.
સત્યની કેડીએ ચલાવનાર હરીશચંદ્ર તું
તું જ મારો સારથી જીવનનૈયાનો..
~ જયશ્રી શિયાલવાલા