મારો આ જામ પૂરો જો છલકે, તો કવિતા!
એ બાદ તરત આંખોમાં ઝલકે, તો કવિતા!
વાત મહોબ્બતની તો બહુ લાંબે પ્હોંચે છે,
ફક્ત તમારાં હોઠો જો મલકે, તો કવિતા!
એમાં ઊંડું ખનન કરીને કંઈ ન મળે,
કોઈ દિલ કોઈ માટે ધબકે, તો કવિતા!
રસ્તો શોધી કાઢી, એ બહુ મુશ્કેલ નથી,
પણ મન રાહ કદીયે જો ભટકે, તો કવિતા!
વાદળ એક્લહુડા ગરજે તો સાવ નકામું,
યૌવનધારી વીજ ત્યાં ઝબકે, તો કવિતા!
કોઈ મનને અડકી જાય પછી કવિતા થાય?
ના, ક્યારેક કશી મનને અબકે, તો કવિતા !
ક્રિશોરસિંહ જાડેજા