આ જિંદગી એક ખેલ છે ,
ખેલદિલી થી ખેલાય તો સારૂ.
લાગણી અને વિશ્વાસ બધે છે,
જીવન ના અંત સુધી રહે તો સારૂ.
સફરમાં રૂકાવટ અનેક છે,
મંજિલ એ કદમ મળે તો સારૂ.
નાસ્તિક બનવા કારણ ઘણા છે,
શ્રધ્ધા અંત સુધી રહે તો સારૂ.
‘જાગુ’ ને ક્યા… મોટુ નામ જોઈએ,
બસ એક નાનકડી ઓળખ મળે તો સારૂ.