આભની અટારીએ વાદળની ઘટાટોપ ઝુલ્ફો જોઇને,
થયું મનમાં આજ..
હું પણ લહેરાઉ ઝુલ્ફો તારા તનબદન પર.
આભથી નીતરતી ઝાકળને જોઈને,
થયું મનમાં આજ..
હું પણ ભીંજાઉ તારા પ્રેમમાં.
સૂર્યોદય વેળાએ આભના ઝરુખે રંગોળી જોઈને,
થયું મનમાં આજ..
હું પણ મેઘધનુષ રચું તારા જીવનમાં.
આભલાના ગોખલે પૂનમની રૂપેરી ચાંદની જોઈને,
થયું મનમાં આજ..
હું પણ વ્હાલપની ચાંદની રેલાઉ તારા જીવનમાં
~ જયશ્રી શિયાલવાલા