માયાને માયાની માયા મુકવી પડશે
થવું છે અમર તો કાયા મૂકવી પડશે
કંડારવી જ હોય જો કેડી ખુદની તો
રાજમાર્ગની છાયા મુકવી પડશે
શક્ય અને અશક્યને કરવાને એકરૂપ
ઉદીપકે ઓળખની પ્રક્રિયા મુકવી પડશે
બનવાને મરજીવા મૂકી દો છબછબિયાં
ઈચ્છા ને અપેક્ષા પૂર્ણતયા મુકવી પડશે
દુનિયાને જીતવા તમારે સૌ પ્રથમ તો
કૂપમંડુક સમી ખુદની દુનિયા મુકવી પડશે
-મિત્તલ ખેતાણી