મોબાઈલે થાક્યા બધા,
બાળક ચહે શાળા જવા.
મૌની પણે થાક્યા બધા,
બાળક ચહે શાળા જવા.
કુતુહલ નવું જૂનું થયું,
નારે ગમે ઘરમાં ભલું.
શીખામણે થાક્યા બધા,
બાળક ચહે શાળા જવા.
મળવા ચહે મૈત્રી ગણે,
મેદાનમાં રમવા ચહે.
તારણ ખરે થાક્યા બધા,
બાળક ચહે શાળા જવા.
લાગ્યું સજા જેવું અહીં,
આંચી રહી જાગ્યા અહીં.
ઘરનાં અરે થાક્યા બધા,
બાળક ચહે શાળા જવા.
બોલ્યા:હવે હરખી રહો,
શાળા જવા દોડી રહો.
યાંત્રિક જપે થાક્યા બધા,
બાળક ચહે શાળા જવા.
પાટી દફ્તરો ભેરવી,
દોડી ગયાં શાળા ભણી,
કોયલ તપે થાક્યા બધા,
બાળક ચહે શાળા જવા.
કોકિલા રાજગોર