તારા સપના તણો આંખોને ભાર લાગે છે,
દિલને યાદોથી હવે થાક લાગે છે.
સામે આવી રૂબરૂ કરી જા,એવું મારુ દિલ તને કહેવા ઝંખે છે,
તારા ના આવવાની રાહનો મને થાક લાગે છે.
તારા પ્રેમનો વરસાદ આજકાલ વાદળોમાં ખોવાઈ ગયો છે,
માટે જ આભરી વસંતમાં પણ મને દુષ્કાળ લાગે છે.
હે કૃષ્ણ! રૂકમણીએ તો અંતરના ઉરમાં તને વસાવ્યો છે,
રાધા ની યાદમાં આજે તારી આંખો પર કેમ ભાર લાગે છે ?
વાત સંબંધની છે એટલે તને કહી દીધું છે,
બાકી આજે પણ, તારા પ્રેમમાં મને ભરતીને ઓટ લાગે છે.
ના પૂછ સવાલ તું મને એ જિંદગી!,
તને તો આજે પણ એ સૂરજથી અણગમો ને ચાંદથી જલન લાગે છે.