તું ખુશ રહે બસ એ જ સાર છે,
ભલે આપણો મેળ થાય કે ન થાય.
મનમાં છે એ કહી દઉં એટલી જ વાર છે,
પછી ભલે તારી “હા” થાય કે ન થાય
મને તો Blue tickનો ઇંતેજાર છે
પછી ભલે તારા તરફથી Reply થાય કે ના થાય.
આંખો મેળવવાનો પ્રયાસ વારંવાર છે,
પછી ભલે રૂબરૂ વાત થાય કે ન થાય.
મારે તો કલમથી તને બોલાવવાનો કરાર છે,
પછી ભલે જીભથી ઉચ્ચાર એક થાયકે ન થાય
– દેવમ સંઘવી “તત્ત્વમ્”