થોડું અંતર તો રાખવું પડશે,
વ્હેમ છે તોય પાળવું પડશે.
એક ગિલિન્ડરની સામે મ્રુત્યુ છે,
હા , સિલિન્ડર તો લાવવું પડશે.
ડીગ્રીઓ, હોદ્દા ને પ્રાઈઝ છે,
આદતો અંગે પૂછવું પડશે.
તમ ખુદાને ભૂલીને વાત કરો,
એની પાસે જ માંગવું પડશે.
આ મહોબ્બતનું વિશ્વછે સિદ્દીક
એક શરત છે કે ચાહવું પડશે.
સિદ્દીક ભરૂચી