વૈશાખીનંદનની સુંવાળી પીઠે,
ગમે તેટલોય બોરો થોપશો નહી.
સ્નેહ,દરકારથી અભિભૂત છીએ,
ગમે તેટલા વિચારો થોપશો નહી.
તમે અમને બક્ષિસ લાખની આપજો,
ગમે તેટલા વ્યવહારો થોપશો નહીં.
સ્નેહાળ સખીનું મુખારવિંદ ગમે,
ગમે તેટલો તોબરો થોપશો નહી.
હરીને અંતરથી ચોખ્ખો ભરત ગમે,
ગમે તેટલો ગોબરો થોપશો નહી.
ભરત વૈષ્ણવ