થઈ ગઈ છે મહેફિલ વિરાન ને,
પરવાના જુવે શમાને પિગળતા-પિગળતા..
થઈ સાંજ ને હ્દય ઉદાસ થયું મારું,
તમે યાદ આવ્યાં આજ વિસરતા-વિસરતા…
ભીંજાવું ક્યાં ગમે છે મને વરસાદમાં,
યાદોમાં તમારી ખુશ છું પલળતાં-પલળતાં.
તમારી યાદોને હ્દયમાં સાચવી છે તોયે,
તમે યાદ આવ્યાં આજ વિસરતા-વિસરતા..
ખીલેલું હતું બાગ તમારી યાદોનો,
જોઉં છું એ બાગને ઉજડતા-ઉજડતા..
ટુટી રહી છે શ્વાસની દોરી મારી ને,
તમે યાદ આવ્યા આજ વિસરતા-વિસરતા..
સમયને પસાર થતા વાર નથી લાગતી,
જોયું છે સમયને નજરથી સરકતાં-સરકતાં..
સુગંધ ભરી છે મેં શ્વાસમાં તમારી તોયે,
તમે યાદ આવ્યા આજ વિસરતા-વિસરતા
✍️ કાનજી ગઢવી